Poems / कविताए

મારી દીકરી જ મારી ખુશી

વિશ્વવિજેતા બાપને ય બે જ આંસુડે…પરાજિત કરતી
અનેએ જ બે આંસુડે લાગણીના પૂરમાં ભીંજવતી
એનું નામ દીકરી
રમતાં, કૂદતાં, હસતાં, તોફાન કરતાં,એ જ દીકરી
ક્યારે આનંદના આંસુડા વહાવતી
એની ય ખબર નથી રહેતી
પપ્પાનો જન્મદિવસ તો જાણે મહોત્સવ જ …!
સરપ્રાઈઝ ગિફ્ટ આપવાછાનીમાની ….!!
પણ, બધાને ખબર હોય એવી તૈયારી કરતી
ટચૂકડાં જાતે બનાવેલા બર્થ ડે કાર્ડમાં
ગરબડીયા અક્ષરોથી સમસ્ત વિશ્વનું વહાલ ભરતી
સ્કૂલમાંથી મળેન નાની પીપરમિન્ટસાચવીને,
ડબ્બામાં, વ્હાલ્કુડા ભાઈલા માટે લાવતી અને પોતે
પીપરમિન્ટના પીત્તરપાનાંનીઢીંગલી બનાવી જ ખુશ થતી
વર્ષોથી સાચવેલાં રમકડાં નાના ભાઈલાએ તોડ્યાનો અફસોસ કરતી
પણ તોયે ફરી બધાં નવાં રમકડાં ભાઈલાને આપતી
ક્યારેક દીકરી, ક્યારેક મિત્ર,તો ક્યારેક માં બની
સમજાવતી તો ખીજાતી પણ ખરી તું દીકરી
તું દીકરી વહાલનો દરીયો અને તું જ આનંદની ગંગોત્રી
ગંગા સાસરે વહી જશે એની ચિંતામાં રાત્રે
સફાળો બેઠો મને કરતી ઘરનો તારા વિના…
શૂન્યાવકાશ મારી દીકરી જ મારી ખુશી …

Advertisements

Leave a Reply