Very Nice

ભ્રમ

જીવનપથ પર ચાલતાં-ચાલતાં આપણે સૌ એક યા બીજા પ્રકારના ભ્રમમાં અવાર-નવાર સપડાઈ જતા હોઈએ છીએ અને એ ભ્રમમાંથી આપોઆપ છૂટી પણ જતા હોઈએ છીએ; પરંતુ બધા માણસો માટે ભ્રમની દુનિયામાંથી છૂટી જઈને વાસ્તવિક દુનિયામાં જીવવાનું સરળ નથી હોતું. વાસ્તવિક જિંદગી ઘણી કઠોર હોય છે. એનો સામનો કરવાનું માણસનું ગજું નથી રહેતું ત્યારે માણસ જૂઠું બોલે છે, દંભ કરે છે, બડાશો હાંકે છે. એ બધું જ વાસ્તવિકતાથી છૂટવા માટેના પ્રત્યનો-રૂપે હોય છે. અને એ પ્રયત્નના ભાગરૂપે જ કેટલાક માણસો પોતાની આગવી ભ્રામક દુનિયાનું સર્જન કરે છે. પોતે અન્યાય સામે એકલે હાથે લડી રહ્યા છે, પોતે બહુ જ અગત્યની વ્યક્તિ છે, એટલે માણસો પોતાની પાછળ પડી ગયા છે, પોતાને જંપવા દેતા નથી – એવા કોઈક પ્રકારના ભ્રમમાં સરી જઈને વ્યક્તિ જીવવાનો પ્રયત્ન કરે છે. જીવનની વાસ્તવિકતા સ્વીકારવાનું એમના માટે મુશ્કેલ હોય છે, એટલે પોતાની એક નવી દુનિયા એ સર્જી લે છે.મોટા ભાગના માણસો પોતાને મનગમતી કોઈક પ્રકારની દુનિયા રચીને એમાં જીવે છે. જીવનની કઠિનાઈઓને જીરવવાનું મુશ્કેલ હોય છે, એટલે ભ્રમની ખૂબસૂરત દુનિયાનું સર્જન કરવાનું માણસ શરૂ કરી દે છે,

Advertisements

Categories: Very Nice

Tagged as:

2 replies »

    • ના પ્રભુ ના, પણ ક્યાંક વાંચેલું હતું તો તે અહી મુક્યું છે અને મને બહુ જ ગમ્યું એટલે. આભાર તમારો મારો બ્લોગ વાંચવા માટે.

Leave a Reply