SHORT STORIES / लघु-कथाए

સેલ્સમેન

શોરૂમે એક સેલ્સમેનને હાયર કર્યો. સેલમાં જોરદાર વધારો થઇ ગયો. આ જોઇને માલિકે વિચાર્યું કે એ સેલ્સમેનને મારે મળવું જોઇએ. માલિક શોરૂમ પર આવ્યો. તેણે જોયું કે, તે એક ગ્રાહકને ફિશિંગ રોડ વેંચી રહ્યો હતો. માલિકે દૂર ઉભો રહીને એ સેલ્સમેન ગ્રાહક સાથે જે ડીલ કરી રહ્યો હતો. તે જોવા લાગ્યો. સેલ્સમેને ફિશિંગ રોડ વેંચી. ગ્રાહકે કહ્યું કે, કેટલા રૂપિયા? સેલ્સમેન બોલ્યો,’800 રૂપિયા.’

આટલું કહીને સેલ્સમેન ગ્રાહકના બૂટ જોઇને બોલ્યો,’આટલા મોંઘા બૂટ પહેરીને માછલી પકડવા જશો? સ્પોર્ટ શૂ પણ ખરીદી લો, ગ્રાહકે સ્પોર્ટ શૂ પણ ખરીદી લીધા. હવે સેલ્સમેને કહ્યું, ‘તળાવના કિનારે તડકામાં બેસવું પડશે, એખ ટોપી પણ ખરીદી લો તો સારું રહેશે. ગ્રાહકે ટોપી પણ ખરીદી લીધી.

આ જ રીતે સેલ્સમેને ગ્રાહકને માછલી પકડીને રાખવા માટેનું બાસ્કેટ તેમજ ત્યાં પહોંચ્યાં પછી ખાવા માટે ફાસ્ટફૂડ વેંચ્યું. આમ તેણે કુલ બીલ 2000ની ઉપર કરી દીધું.

માલિક ઘણો ખુશ થયો. તેણે સેલ્સમેને બોલાવ્યો અને કહ્યું,’ તુ તો કમાલનો સેલ્સમેન છે. તે ફિશિંગ રોડ ખરીદવા આવ્યો હતો અને તે તેને ઘણી બધી વસ્તુંઓ વેંચી, વેરી ગૂડ.’

સેલ્સમેન બોલ્યો,’ તે માણસ તો ‘કેરફ્રી સેનિટરી પેક’ ખરીદવા આવ્યો હતો. મે તેને કહ્યું ચાર દીવસ ઘરે શું કરશો, જાઓ માછલી પકડો…!!

Advertisements

Leave a Reply