Poems / कविताए

તને જોવાનો કોઈ અર્થ નથી.

તને જોવાનો કોઈ અર્થ નથી.
હવે તને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી શકે તેવું તારું દિલ નથી.
તું તરછોડયા કરે અને હું આવ્યા કરું,
એ હવે મને મંજુર નથી….
ભલે હું હાર્યો અને તું જીતી પણ ,
મારી હાર જેવો દમ તારી જીત માં નથી.
નસીબદાર છે એ કે જેને તું મળી,
પણ એમાં હું શું કરી શકું ?
તને પામી શકું એવી એકેય રેખા, 
મારા હાથ માં નથી.
હું જોઉં તને તું જુવે બીજા ને 
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી
હું લખું અને તું વાંચી ના શકે 
અને કદાચ વાંચે તો સમજી ના શકે 
એવી મારી આ ગઝલ નો કોઈ અર્થ નથી.
Advertisements

Leave a Reply