Sense stories / बोध कथाए

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.
                       ” એક અનન્ય શ્રદ્ધાવાળો ભક્ત હતો. ભક્ત કહે : શ્રદ્ધા હોઈ તો બધું જ થાય છે. એક પ્રતિસ્પર્ધી માણસે કહ્યું : હું તમારી વાત ત્યારે જ માનું જયારે તમે આ વાતનો પુરાવો આપો. ભક્તે કહ્યું : સારું, હું જંગલમાં જાઉં છું. મને ત્યાં મારો રામ પાકું ભોજન કરાવશે એની મને શ્રદ્ધા છે. થયું એવું કે રાજાનો રસાલો જંગલમાં શિકારે નીકળ્યો હતો. એક જગ્યાએ ભોજન તૈયાર કર્યું. પણ ભોજન આરોગે એ પહેલાં જ એક સિંહ તૂટી પડ્યો ને બધા ભાગી ગયાં. ભક્ત ત્યાં આવ્યા. ભોજન મળ્યું પણ એમને થયું આ ભોજન મારા માટે જ છે, એવું કેવી રીતે સાબિત થાય? એ તો બેસી રહ્યા. રાત પડી એટલે ડાકુઓ પાછા આવ્યા. એક જણે કહ્યું : સરદાર આ ભોજન આપણે ખાઈએ ને કદાચ આમાં ઝેર હોય તો? સરદારે હુકમ કર્યો : પહેલા આ માણસને ખવડાવો પછી આપણે ખાઈશું. અને ભક્તને ભોજન મળ્યું. પ્રતિસ્પર્ધીને ખાતરી થઇ કે શ્રદ્ધા હોય તો બધું જ મળે છે. ” 
Advertisements

Leave a Reply