Day: November 24, 2012

એકડે એક થી દસ

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંને બથ્મબત્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થય ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતારી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઇ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખાસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં […]

મને ગમશે…

તમારું સ્મિત બની લહેરાઇ જવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે… તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે… જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે…

ઈજારો

ફક્ત તને ગમતા શબ્દોથી કવિતા તો રચી શકું છું પણ ફક્ત તને ગમતી હોય તેવી દુનિયા રચી શકું તેવો ઈજારો નથી મારી પાસે

અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ.

આગમન તારુ અણધાર્યુ, આકસ્મિક તે પણ મારા આંગણે, અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ. કદી લાગે કે શ્વપ્નોના આકાશમાંથી તૂ આવીશ જીવનમાં, અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ. ક્યારેક વિચારું કે કવિતાના શબ્દોમાંથી તૂ ઉતરે ઘરમાં, અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન […]

બસ તને જ.

કુટેવ કહે છે લોકો હવે મારા પ્રેમની શ્રધ્ધાને, કુટેવ તો કુટેવ હું તો પ્રેમ કરીશ બસ તને જ. આંખો મારી ભલે થાકી તારી રાહ જોતા જોતા, મન હાર્યુ નથી, હું તો પ્રેમ કરીશ બસ તને જ. રાતનો રાહી બનીનેય ખુશ છું તારા પ્રેમમાં, શ્વપ્નોમાં જીવીશ, હું તો પ્રેમ […]

અણસાર આવી ગયો.

દુખોની આંધી આવવાનો અણસાર આવી ગયો, સુખોનો અંત થઈ જવાનો અણસાર આવી ગયો. કટાક્ષમાં વાતો કરે છે જિગર-જાન મિત્રો મારા, દુશ્મનોનો વધી જવાનો અણસાર આવી ગયો. ઍક વ્યક્તિ હતી જીવથી વ્હાલી તેય ભૂલી હવે, પ્રેમ પણ નિષ્ફળ થવાનો અણસાર આવી ગયો. હ્સવુ ઘણુ અઘરુ લાગે છે કામ મને […]