Dr. Akhtar Khatri

ધીરે ધીરે

તમે ન આવ્યા ક્યારેય કેમ,
તમારી યાદ આવી ધીરે ધીરે.

યાદ નથી ક્યારે હસ્યો હોઇશ,
આંસુની રેલ આવી ધીરે ધીરે.

હકીકત છે કે તમે નથી અહીં,
કહ્યુ શ્વપ્નોમાં આવી ધીરે ધીરે.

અઘરુ છે લખવુ તમારા વીના,
નવી કવિતા આવી ધીરે ધીરે.

જિંદગી ક્યારેય નહીં આવી,
બસ મૌત આવી ધીરે ધીરે.

Advertisements

Leave a Reply