Dr. Akhtar Khatri

ડરું છું.

હું છું તારો તો પણ કેમ,
તને કૈંક કહેવાથી ડરું છું,

પ્રેમમાં હશે શ્રધ્ધા ઓછી,
તને ગુમાવવાથી ડરું છું.

કરશે અળગો મને તુજથી,
તેથી હું મરવાથી ડરું છું.

લાગે ન નજર પ્રેમને કદી,
સાથે ચાલવાથી ડરું છું.

જીવન તેવુ જેમાં તૂ ન હો,
તેને હું જીવવાથી ડરું છું.

તૂ હારે અને તોજ હું જીતું,
તો તેવા જીતવાથી ડરું છું.

Advertisements

1 reply »

Leave a Reply