Dr. Akhtar Khatri

રાખ્યા છે અમે

સુખમાં જ સાથ આપે છે આ દુનિયા મિત્રો
તેટલે જ બધા આંસુ સંતાડી રાખ્યા છે અમે.

કદાચ કોઈની પ્રાર્થના કામય લાગી જાય,
શ્વપ્નોને હજી પણ જીવાડી રાખ્યા છે અમે.

આવશે જ પાછા વળી વિખૂટા જે પડ્યા છે,
દિવડા આશાના સળગાવી રાખ્યા છે અમે.

આવીને દુખી ન થાય જોઈને મારા ઝખ્મો,
બધાજ ઝખ્મો હવે મટાડી રાખ્યા છે અમે.

મિલન તો થવુ જ રહ્યુ શક વિના ,
નસીબ બનાવનારને મનાવી રાખ્યા છે અમે.

Advertisements

Leave a Reply