KIDS ZONE / बच्चो के लिए

કવિતામાં વાર્તા બાળકો માટે………..

ઍક જંગલમાં રહેતઑ વાઁદરાઓનો વિશાળ સમુદાય,
મુખીનુ રાજ હતુ ત્યાં જેનુ નામ હતુ રાજા ઈશુસિંગ રાય.

ઍક્વાર મુખિઍ વિચાર્યુ કે ઍક દિવસ માટે વ્રત રાખીયે,
બધા વાઁદરાઓને ઍક દિવસ માટે કેળાઓથી દુર રાખીયે.

ઘોષણા કરી મુખિઍ કે કાલે બધા વ્રત રાખે,
બસ પાણી સિવાય કોઈ વાંદરો કશુ નહીં ચાખે.

પણ વાઁદરાઓને કેળા ખાધા વીના ચાલે નહીં,
અને મુખીની વાત પણ માન્યા વીના ચાલે નહીં.

ઍકઠા થયા બધા સવારે મુખીના ઘરે,
પણ શું કહેવુ કોઈને ખબર જ ના પડે.

ઍક વાંદરો હિમ્મત કરી થયો આગળ,
બોલ્યો’ચાલો કેળા ભેગા કરો ઘર પાછળ.

મુખી બોલ્યા ‘કેળા ભેગા કરી શું કરીશું ?
વાંદરો બોલ્યો’વ્રત પૂરુ થશે ત્યારે આરોગીશું’.

વાંદરાઓનુ ઝુંડ જંગલમાં કેળા લઈ આવ્યુ,
મોટાભાગનાને વ્રત કરવાનુ સારુ ના લાગ્યુ.

ઍક વાંદરને કેળા છોલીની રાખવાનો વિચાર આવ્યો,
મુખીને આ વાત સાંભળી તો ગુસ્સો ખૂબ જ ચઢ્યો

પેલા વાંદરો બોલ્યો ‘સાંજે ઍટલો સમય બચશે ‘
મુખી જેમતેમ માન્યા કહ્યુ ચાલો આ પણ ચાલશે.

ત્યાંજ મુખીનો દિકરો બોલ્યો તરત,
કેળાના ટુકડા કરીયે તો મજા આવત.

બધા વાંદરા ફરી ખુશ થઈ ગયા,
કેળાના ટુકડા કરવા રાજી થઈ ગયા.

ટુકડા કેળાના જોઈ મુખીનુ મન લલચાયુ,
બધાના મ્હોમાં ટુકડા જોઈ પાણી આવ્યુ.

મુખીની પત્ની બોલી ‘ટુકડા મ્હોમાં મુકીયે તો કેવુ ?,
જેવુ વ્રત પૂરુ થાય ટુકડા ઉતારી દઈયે તો કેવુ ?

વાઁદરાઓઍ કેળાના ટુકડા મ્હોમાં મુક્યા,
પણ દાઢે સ્વાદ લાગતા રહી ના શક્યા.

ઍક ઍક કરી બધાના ટુકડા પેટમાં ઉતરી ગયા,
અને બધા વાંદરના વ્રત આમ જ તૂટી ગયા.

બધા વાંદરા કેળા ખાઈ તૃપ્ત થયા,
મુખી બિચારા હસી હસીને ગાંડા થયા

Advertisements

Leave a Reply