Dr. Akhtar Khatri

મારી યાદ તેમને આવતી હશે.

મારી યાદ તેમને આવતી હશે.
રોજ જ્યારે અરીસો જોતા હશે.

અશ્રુ વહેવાનુ ચાલુ થતુ હશે,
વરસાદ જ્યારે પણ જોતા હશે.

મારા શ્વાસની મહેક આવતી હશે,
જ્યારે પણ ફૂલને તે સુંઘતા હશે.

અચૂક હ્રદય ચૂકતુ હશે ધબકારા,
જ્યારે મારી કવિતા વાંચતા હશે.

મને ભુલ્યા કદી નહીં હોય ,
જ્યારે પણ પ્રાર્થના કરતા હશે.

Advertisements

Leave a Reply