Dr. Akhtar Khatri

ફક્ત તારુ જ નામ લેવુ છે.

મોકો મળે તો ઘણુય કહેવુ છે,
હૈયાથી હૈયુ લગાવી રહેવુ છે.
રેલાવુ છે મુસ્કાન બની તારી,
નિર બની આંખોથી વહેવુ છે.
સાથ દેવો છે દરેક મોસમમાં,
સુખ દુખ સાથે જ સહેવુ છે.

આખી જિંદગી આપી તેં મને,

હવે તને જગ આખુ દેવુ છે.
આપે જો વરદાન ઈશ્વર મને,
ફક્ત તારુ જ નામ લેવુ છે.
Advertisements

Leave a Reply