Dr. Akhtar Khatri

ઘણુ બધુ કહેવુ છે તને,

ઘણુ બધુ કહેવુ છે તને,
પણ કહી નથી શકતો.
બે ક્ષણ માટે પણ તારા
વીના રહી નથી શકતો.

બહું દિલ દુખાવ્યુ છે
અજાણતા જિંદગીમાં,
અફસોસ, તારા આંસુ
બની તારી આંખોથી
હું વહી નથી શકતો.

ચાહી છે તને મેં તો
જીવથી વધુ કાયમ,
કોઈ પણ જન્મમાં 
મારી થજે ચોક્કસ
તારી જુદાઈ હું 
સહી નથી શકતો

Advertisements

Leave a Reply