Dr. Akhtar Khatri

ચાલ ! આજે તને હું બતાવી જ દઉં.

ચાલ ! આજે તને હું બતાવી જ દઉં.
અઢી અક્ષર પ્રેમનો શિખાવી જ દઉં.

તૂ કોના માટે બની તેની જાણ નથી,
હું બન્યો તારા માટે, સમજાવી જ દઉં.

સ્વર્ગ બનશે આપણૂ જીવન પ્રેમથી,
દુનિયાને તારી હવે સજાવી જ દઉં.

જીવ્યુ જીવન ઍકલા, હવે થાક્યો છું,

નસીબ તારી સાથે લખાવી જ દઉં.

સુખેથી રહીશું જીવનભર સાથે ,
હ્રદય પર મારા તારું નામ લખાવી જ દઉં.

Advertisements

Leave a Reply