Dr. Akhtar Khatri

પુછયુ ન્હોતુ તેં કશુય

પુછયુ ન્હોતુ તેં કશુય
જ્યારે મેં તારો હાથ
પકડી કહ્યુ ‘ચાલ જઇયે’

પુછયુ નહીં મેં કશુય
જ્યારે આજે તૂ
હાથ છોડાવી
કહે છે ‘ ચાલ જવ છું’

મને હક હતો તને
લઇ જવાનો ગમે ત્યાં
તનેય હક છે
મરજી થી ગમે ત્યાં જવાનો

તૂ જા ગમે ત્યાં
હું અહીં જ છું તારી
રાહ જોતો

Advertisements

Leave a Reply