Dr. Akhtar Khatri

ત્યારે તમે મને બહું યાદ આવો છો.

જ્યારે કોઈ ભમરો ફુલ પર મંડરાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

જ્યારેય વસંતની પહેલી વર્ષા થાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

બાગના બાંકડે ઍકલુ બેસવાનુ થાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

કોઈક પારેવુ જો અટારિયે આવી જાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

હું ભુલ કરું ને કોઈ મારી પર ખીજવાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

મારુ કોઈ પોતાનુ જ્યારે રિસાઈ જાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

હું પ્રાર્થના કરું અને જો તે સ્વીકારાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

વિખૂટા પડેલા પક્ષી જો ફરી મળી જાય,
ત્યારે તમે મને બહું યાદ આવો છો.

Advertisements

Leave a Reply