Dr. Akhtar Khatri

….ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી

બીજો મરીઝ, બીજો બેફામ કે બીજો કલાપી ન કહેશો મને મિત્રો,
પહેલો અખ્તર બની શકું તો ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી.

આદત નથી જ મારી કે હું કોઈનુ અનુકરણ કરું કદી પણ જિંદગીમાં,
અંતઃકરણનુ અનુકરણ કરી શકું, ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી.

મારી લાગણીઓ મારી છે બીજા કોઈની કોઈ અસર નથી મન પર,
ઍહ્સાસ કાગળ પર ઉતારી શકું, ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી.

પ્રેમની કવિતાઓ લખું છું, નફરતને અને મારે કોઈ સંબંધ નથી રહ્યો,
થોડોય પ્રેમ તમારો પામી શકું ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી.

બસ ઍટલુ જ કહીશ આખરમાં વાંચજો દિલના ઉંડાણથી ‘અખ્તર’ને,
ઍકાદ દિલમાં જો ઉતરી શકું ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી.

Advertisements

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply