Poems / कविताए

હું હવે મુજને કદી મળતો નથી.

હું હવે મુજને કદી મળતો નથી.
શોધતાં યે હું હવે જડતો નથી !

ખુદને જોતાં તો હવે લાગે મને
મારા દિલમાં ઈશ કાં વસતો નથી?

કાંચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, મન ભમતો નથી.

બસ પરમને પામવું મુજને હવે.
મોહ કે માયા થકી ડગતો નથી.

આંખ હું બીડું ને બસ, પામું તને
તેથી તો ચેતન હવે ખપતો નથી.

Advertisements

1 reply »

Leave a Reply