Dr. Akhtar Khatri

અને હું

કાળા વાદળ,
સંતાયેલ સૂરજ,
ઍકાદુ ઉડતા પારેવા,
અને હું,

તારુ સ્મરણ અને હું,
અસહ્ય વેદના અને હું,
શિયાળાની ઠંડક,
ઉદાસી,
બેચૈની,
અને હું.

ઝુરતો,
રડતો,
ડરતો,
મરતો હું.

આ નયનો,
ઍક શ્વપ્ન,
તારુ અને મારુ,
નિરાશા, આતુરતા
અને હું.

Advertisements

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply