Poems / कविताए

વર્ષો વીતે છે.

ભરમ કાઢતા કાઢતા વર્ષો વીતે છે.
મરમ પામતા પામતા વર્ષો વીતે છે.

સરળ શબ્દો ને સાદુ વ્યાકરણ અહી
મૌન ટાળતા ટાળતા વર્ષો વીતે છે.

હ્રદય ખોદી નાખ્યુ, ના મળ્યો જખમ
જીગર માપતા માપતા વર્ષો વીતે છે.

ભીનાશથી કેવો નિતરી રહ્યો છે શ્વાસ
લાગણી શેકતા શેકતા વર્ષો વીતે છે.

હોર્ડીંગ્સથી ભરચક શહેર આખુ આજે
સપના ટાંગતા ટાંગતા વર્ષો વીતે છે

એક બુંદની હોય તરસ આપણી છતા
ચાતક બનતા બનતા વર્ષો વીતે છે.

હાથમાં એક અજાણ્યુ સરનામું લઈને
મંઝિલ શોધતા શોધતા વર્ષો વીતે છે.

કહેવાનુ છે,તે ચુકાય જાય દર વખતે
ચેતન બોલતા બોલતા વર્ષો વીતે છે.

Advertisements

Leave a Reply