Dr. Akhtar Khatri

દુનિયાનો આઠમી અજાયબી જેવો મારો સનમ લાગે.

ક્યારેક હજારો કવિતા ભરેલુ પુસ્તક ખાલીખમ લાગે,
ક્યારેક કોરો કાગળ તારો દીધેલો ભારેભરખમ લાગે.

દરેક કવિતા પછી લાગે શબ્દો હવે નથી કૈંક લખવા,
તારી યાદ સ્ફુરે, અંદરના કવિનો નવો જનમ લાગે.

ક્યારેક લાગે કે સ્વર્ગ જ મળી ગયુ તને પામ્યા પછી,
અને ક્યારેક આખી પ્રેમની દુનિયા મને ભરમ લાગે.

ક્યારેક લાગે કે પ્રેમ જ કેમ થયો મને આ જિંદગીમાં,
તને જ ખુશ રાખવી મારો મને ઍક્માત્ર ધરમ લાગે.

હસી-ખુશીથી વીતી રહી છે જિંદગી મારી ”અખ્તર”,
દુનિયાનો આઠમી અજાયબી જેવો મારો સનમ લાગે.

Advertisements

Leave a Reply