Very Nice

… એ પિતા હોય છે

બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા
દવા લાવનારા, ચા-કોફી આપનારા
પૈસાની જોડતોડ કરનારા
…….. એ પિતા હોય છે

સૌને લાવવા, લઈ જવા
જાતે જ રસોઈ બનાવવી
Surgery પછી પત્નીને તકલીફ ન થાય
તેથી બાળક રડે તો આખી રાત જાગનારા
…… એ પિતા હોય છે

સારી શાળામાં Admission માટે ભાગદોડ કરનારા
Donation માટે ઉધાર લેનારા
સમય પડે તો હાથ-પગ જોડનારા
……….. એ પિતા હોય છે

College સાથે જનારા, Hostel શોધવી
ખુદ ફાંટેલી બનિયાન પહેરીને
તમને નવી Jeans અપાવનારા
… એ પિતા હોય છે

જૂના Mobile થી કામ ચલાવી તમને StylishMobile આપનારા
તમારા Prepaid ના પૈસા જાતે જ ભરનારા
તમારી એક અવાજ સાંભળવા માટે તરસનારા
….. એ પિતા હોય છે

Love Marriage કરતા બૂમો પાડનારા
બધુ સમજી વિચારીને કર્યુ છે ને ? કહીનેતમારી પર ગુસ્સે થનારા
પપ્પા તમને કંઈ સમજણ પડે છે ? સાંભળીનેરડનારા
…. એ પિતા હોય છે

છોકરી સાસરે જતી વખતે રડનારા
મારી લાડકવાયીને સુખી રાખજો
હાથ જોડીને આવી પ્રાર્થના કરનારા
… એ પિતા હોય છે

Advertisements

Categories: Very Nice

4 replies »

Leave a Reply