Dr. Akhtar Khatri

હસતા હસતા જે રડાવે તે છે પ્રેમ,

હસતા હસતા જે રડાવે તે છે પ્રેમ,
રડતા રડતા જે હસાવે તે છે પ્રેમ.

જીવતા જીવતા મરાવે તે છે પ્રેમ,
મરતા મરતા જીવડાવે તે છે પ્રેમ.

આશા દેખાડી નવો જન્મ અપાવે,
રોજ નવી મૌત બતાવે તે છે પ્રેમ.

અદ્રશ્ય કરે જેની માટે જીવતા હોય,
તેને દરેક દ્રશ્યમાં દેખાડે તે છે પ્રેમ.

શ્રદ્ધા ક્યાં રહે છે પ્રભુ પર ‘અખ્તર’,
વ્યક્તીપૂજા જ જે કરાવે તે છે પ્રેમ.

Advertisements

Leave a Reply