Dr. Akhtar Khatri

તમને પામીને કેવુ હરખાય છે આ મન !

તમને પામીને કેવુ હરખાય છે આ મન !
તમને પામીને ક્યાં સમજાય છે આ મન !

અળગા જો થાવ બે ચાર ક્ષણ માટેય,
જાણે કેમ પછી ગભરાય છે આ મન !

મળો ફરી જો વેગળા થઈને તરત મને,
ખુશીના અશ્રુથી ઉભરાય છે આ મન !

જાણ છે તમનેય કેટલી હદે ચાહું છું હું,
તમારા પ્રેમથીજ પરખાય છે આ મન !

સારા નસીબે મળ્યા તમે મને ”અખ્તર”,
વિચાર માત્રથીય મલકાય છે આ મન !

Advertisements

Leave a Reply