Dr. Akhtar Khatri

……….પણ માંડ માંડ.

કરચલીઓ મારી ચાદરની બધુ જ કહી જાય છે,
તારા વીના રાત્રી વિતી તો ખરી પણ માંડ માંડ.

આ આંખોની લાલાશ હ્રદયનો હાલ કહી જાય છે,
તારા વીના ઉંઘ આવી તો ખરી પણ માંડ માંડ.

લાગે છે કે અટકી ગઈ છે જિંદગી તારા અભાવે,
જિંદગીની ક્ષણો નીકળી તો ખરી પણ માંડ માંડ.

તારા સ્મરણો જ જીવતી રાખે છે આશાઓ મારી,
હૈયાની અગન જરા બેઠી તો ખરી પણ માંડ માંડ.

શબ્દો પણ દૂર ભાગે છે તૂ નથી તો હવે ‘અખ્તર’
જેમ તેમ ગઝલ લખી તો ખરી પણ માંડ માંડ.

Advertisements

Leave a Reply