Dr. Akhtar Khatri

… બનેજ નહીં.

આ જિંદગીમાં હું થાકું કદી, બનેજ નહીં,
રહેમ જિંદગીથી માંગું કદી, બનેજ નહીં.

મેળવ્યુ ઘણું જે ન્હોતુ મળવાનુ ક્યારેય,
લડત નસીબને ન આપું કદી, બનેજ નહીં.

કાણા કરીનેય વાદળમાં તરસ છિપાવી,
મૃગજળની પાછળ ભાગું કદી, બનેજ નહીં.

આકાશથી ઉંચી છે ઈચ્છાઓ કાયમથી,
ને સફળતાથી ઓછું ચાહું કદી, બનેજ નહીં.

પોતે ખુશ રહેવુ, બીજાને ખુશ રાખવા છે,
કોઈને દુખી, નિરાશ રાખું કદી, બનેજ નહીં.

Advertisements

Leave a Reply