Poems / कविताए

ત્યારે પ્રોબ્લેમ થાય છે

પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

Advertisements

1 reply »

Leave a Reply