Payal Unadkat

શિક્ષણ

માનવને માનવ બનાવે શિક્ષણ,
જીવનને મધુવન બનાવે શિક્ષણ,

વમળમાં અટવાય જયારે જીંદગી;
સચ્ચાઈના રસ્તે ચલાવે શિક્ષણ,

આપે દર્દ માનવીય વૃત્તિ જયારે;
સહજ સર્વ એ જતાવે શિક્ષણ,

આમ, તો શીખવે સૌ સોહામણું;
ને રડતા રડતા હસાવે શિક્ષણ,

ભાસે ભયંકર સમગ્ર વિશ્વ જયારે;
જીવમાત્રમાં ઇશ્વર બતાવે શિક્ષણ.

-પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Tagged as:

Leave a Reply