Payal Unadkat

મને ગમે છે

ઝરણાનું ખળખળ મને ગમે છે,
શાંત જળનું સરવર મને ગમે છે,

ગગન ચૂંબવા આરામ હડસેલતી,
યુવા હ્રદયની ચળવળ મને ગમે છે,

વિતે જે વ્હાલ સ્નેહ વહેંચતી,
જીવનની એ હરપળ મને ગમે છે,

વિસારી ખુદને વિચારે સર્વનું,
અદનું એ જનપણ મને ગમે છે,

આયખાભર અજંપાઓ થોપી,
કરે સ્થિર સરભર એ મને ગમે છે.

-પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Tagged as:

Leave a Reply