SHORT STORIES / लघु-कथाए

મુક્તિનો રસ્તો

એક વેપારીએ એક પંખી પાળ્યું હતું, તેને એ પિંજરામાં પૂરી રાખતો. એકવાર એ વેપારી ભારતમાં જતો હતો ત્યારે એને પંખીને પૂછ્યું: “હું તારા દેશમાં જાવ છું, તારા માટે શું લાવું?” પ્રથમ તો પંખીએ વિનંતી કરી કે “મને તમારી સાથે લઇ જાઓ.” પણ વેપારીએ તેની ચોખ્ખી ના પાડી. ત્યારે પંખીએ કહ્યું : ” તમે ભારતમાં જાઓ ત્યારે અમુક જંગલમાં ઊડતાં મુક્ત પંખીઓને કહેજો કે હું તમારે ત્યાં પિંજરામાં માજા કરું છું અને તેઓને યાદ કરું છું.”

વેપારીને પોતાના પાળેલા પંખી માટે આટલું કરવું ઉચિત લાગ્યું. એ પેલા જંગલમાં ગયો, ત્યાં એક વૃક્ષ પાર બેઠેલા એક મુક્ત પંખીને પોતાને ત્યાં બંદીવાન રહેલા પંખીનો સંદેશો આપ્યો. પેલું પંખી નિર્જીવ થઇ વૃક્ષ પરથી નીચે પડ્યું. એ જોઈને વેપારી કમકમી ઉઠ્યો. તેણે માન્યું કે નક્કી આ પેલા પંખીનું સગું હશે અને આ સમાચારના આઘાતથી મૃત્યુ પામ્યું છે.

એ પોતાને વતન ગયો ત્યારે પંખીએ પૂછ્યું : ” તમે ભારતથી કંઈ સમાચાર લાવ્યા?”

વેપારીએ માથું ધુણાવીને કહ્યું: “સારા સમાચાર તો કોઈ નથી, પણ મારે એક માઠા સમાચાર આપવાના છે, તારો સંદેશો સાંભળી તારું કોઈક સગું હશે એવું પંખી નિર્જીવ થઇ ધરતી પર ઢળી પડ્યું.”

હજુ વેપારી પોતાના શબ્દો પુરા કરે ત્યાંજ પિંજરાનું પંખી આઘાત પામી નિષ્ચેતન થઈને પિંજરામાં જ પછડાઈ પડ્યું.

“પોતાના સ્વજનના મૃત્યુનો આઘાત આને પણ લાગ્યો” એમ માની વેપારીએ નિઃસાસો મુક્યો.પિંજરું ખોલ્યું અને પંખીના દેહને હાથમાં લીધો. અચાનક જાણે પંખીમાં પ્રાણ પ્રગટ્યો, એ ઉડ્યું, બારી બહારના એક વૃક્ષ પાર જઈને બેઠું, તેને કહ્યું : ” તમે મારા માટે માઠા નહિ, સારા ખબર લાવ્યા હતા. મારા મિત્રે મને મુક્તિનો રસ્તો બતાવ્યો હતો.” એમ કહીએ પંખી ભારત ની દિશામાં ઉડી ગયું.

સાર : તમે કેટલા પણ દૂર હોવા છતાં પણ કોઈને મદદ કરી શકો.

http://www.crthakrar.com

Advertisements

1 reply »

Leave a Reply