Sense stories / बोध कथाए

પ્રેમનું મૂલ્ય કેટલું?

એક ટાપુ પર સુખ, દુઃખ, જ્ઞાન, પ્રેમ એમ બધા પ્રકારની લાગણીઓ વસવાટ કરતી હતી. એક વખત ત્યાંના શાસકે એવી જાહેરાત કરી કે ટાપુ ટૂંક સમયમાં ડૂબી જવાનો છે. આથી પ્રેમ સિવાયની બધીજ લાગણીઓએ પોતાની હોડી બનાવી લીધી. પ્રેમની ઈચ્છા એવી કે છેલ્લી ક્ષણ સુધી શક્ય એટલા પ્રયત્ન કરી આ ટાપુનો સાથ ન છોડવો. જોકે ટાપુ લગભગ આખેઆખો ડૂબી જવા આવ્યો ત્યારે એણે મદદ માંગવાનો નિર્ણય કર્યો.

એક આલીશાન હોડીમાં એની પાસેથી સમૃદ્ધિ પસાર થઇ રહી હતી એટલે એને પૂછ્યું : “તું મને તારી સાથે લઇ જઈશ?”

સમૃદ્ધિ એ કહ્યું: “ના, હું તને સાથે નહીં લઇ જય શકું, મારી હોડીમાં તો સોના-ચાંદીના ઝવેરાતથી જ બધી જગ્યા ભરાઈ ગઈ છે. હવે મારી હોડીમાં સહેજ પણ જગ્યા નથી.”

રૂપકડી હોડીમાં પસાર થતા ગૌરવ ને પ્રેમે કહ્યું: “મહેરબાની કરીને મને મદદ કર.”

ગૌરવે કહ્યું: “હું તને કેવી રીતે મદદ કરું? તું તો પૂરેપૂરો ભીંજાઈ ગયો છે અને હું તને મારી હોડીમાં બેસાડું તો મારી હોળી બગડી જાય.”

હવે દુઃખની હોળી પ્રેમ પાસે પહોંચે છે એટલે પ્રેમ એનો સાથ માંગે છે તો દુઃખ કહે : “ઓહ! મારુ પોતાનું દુઃખ એટલું ભારે છે કે તને ક્યાં સમાવું? મને મારી રીતે જવા દે.”

સુખ પણ પ્રેમ પાસેથી પસાર થઈને ચાલ્યું જાય છે. એ પોતાનામાં જ એટલું ગુલતાન હોય છે કે પ્રેમનો સાદ પણ એને સંભળાતો નથી.

અચાનક એક વડીલ પ્રેમને પોતાની સાથે લઇ જાય છે. સલામત જગ્યાએ પ્રેમને છોડીને એ વડીલ તો પોતાને માર્ગે આગળ વધી જાય છે. પ્રેમ બીજા એક વડીલ “જ્ઞાન”ને એના વિષે પૂછે છે. જ્ઞાન કહે છે કે : “એ તો સમય હતો.”

પ્રેમ પૂછે છે : “સમયે મને મદદ શા માટે કરી?”

જ્ઞાન સ્મિત સાથે જવાબ આપે છે : “કારણકે માત્ર સમય જ સમજી શકે છે કે પ્રેમનું મૂલ્ય કેટલું બધું છે!!”

*******

-ચેતન ઠકરાર

+919558767835

Advertisements

Leave a Reply