Payal Unadkat

પુલવામા

લોહીથી એ લથબથ કાયા,
તોયે નાદ અમર હિન્દ ગવાયા,

દેશભક્તિ રગરગમાં દોડી,
ખુન આંખોમાંથી રેલાયા,

દિકરો સરહદ ઉપર સૂતો,
માતા શમણામાં હરખાયા,

દુશ્મન છાને પગલે આવ્યા,
પીઠ તરફ પ્રહાર કરાયા,

સોંપીને દેશ જવાનોને,
વીરથી અંતિમ શ્વાસ ભરાયા.

*******

લેખિકા : પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Tagged as:

Leave a Reply