Payal Unadkat

શ્રદ્ધા

લગાગાગા × લગાગાગા × ગાગાગાગા

અહલ્યા છું મને પથ્થરમાં શ્રદ્ધા છે,
મને મારા વ્હાલા ઈશ્વરમાં શ્રદ્ધા છે,

આ મન ક્યારેય ન અવળું આચરે કંઈપણ;
મને મારાં મળ્યા ભણતરમાં શ્રદ્ધા છે !

એ મઝધારે નહીં દ્યે ડૂબવા નૌકા;
અરે,મોજાં!મને સાગરમાં શ્રદ્ધા છે !

સ્મશાને ભસ્મ ચોળી ને ભલે બેઠો;
રટણ એનું કરું હરહરમાં શ્રદ્ધા છે,

મને શ્રદ્ધા છે : બારેય મેઘ ખાંગા પર;
છતાં ઝીણી એવી ઝરમરમાં શ્રદ્ધા છે,

ધરા કંપી ઊઠે ને નટ કરે તાંડવ ;
ના પડશે કોઇ ઘર, ચણતરમાં શ્રદ્ધા છે,

પ્રગટશે દીવડો આશા કેરો નક્કી;
કરમની વાટના ઘડતરમાં શ્રદ્ધા છે.

-પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Leave a Reply