Asim Bakshi

મેકઅપ

ટૂંકી વાર્તા : “મેકઅપ”

માયા ખુબ જ સુંદર હતી; જવલ્લેજ મેકઅપ કરતી; કોલેજ માં કેટલાય મજનૂઓ એની આંખ માં વસવા માંગતા હતા પણ માયા સુંદર સાથે સંસ્કારી પણ હતી. એ સીધી કોલેજ થી ઘેર અને ઘેર થી કોલેજ જતી. એક છોકરો એની નજર માં વસી ગયો હતો જેનું નામ અંકિત હતું; ભણવા માં તથા સ્પોર્ટ્સ માં આગળ પડતો હતો અને એની જ કલાસ માં ભણતો હતો. બે ચાર વાર એની સાથે ઔપચારિક વાતો પછી એક બે મુલાકાતો થઇ. અંકિત ને જ્યારે પણ મળવા જતી ત્યારે લાઈટ મેકઅપ કરીને જતી. અંકિતે પેહલો પ્રેમ પત્ર લખ્યો જેનું ટાઇટલ હતું Hi Beauty Queen અને પછી માયા ના ભરપૂર વખાણ લખ્યા હતા અને અંકિત નો કલમ પર કાબુ પણ ગજબ નો હતો; અસંખ્ય વાર માયા એ પત્ર વાંચ્યો હશે .

ખુબ જ દેખાવડી હોવાથી માયા ના લગ્ન ના માંગા આવતા હતા અને અમેરિકા સ્થિત સંજય સાથે માયા ના લગ્ન થઇ ગયા. આજે લગ્ન ની ૨૫ મી એનિવર્સરી હતી અને સંજય સાથ ડિનર પર જવાનું હતું. તૈય્યાર થવાનો કંટાળો આવતો હતો; માયાએ સાડી કાઢવા કબાટ ખોલ્યો અને એની નજર એક ડબ્બા ઉપર પડી જેને કુતુહલતા થી ખોલતા અંકિત નો પેહલો પ્રેમ પત્ર મળી આવ્યો, ધીરે થી રૂમ બંધ કરી ને તેણે પત્ર વાંચ્યો અને તેની આંખ ના ખૂણા ભીના થઇ ગયા. પત્ર ને સાચવી ને ડબ્બા માં મૂકી દીધો. હવે એને તૈય્યાર થવાની ઉતાવળ થવા લાગી. લાઈટ મેકઅપ સાથે જ્યારે એ તૈય્યાર થઇ ને આવી ત્યારે સંજય બોલી ઉઠ્યો; કોલેજ ની કોઈ બ્યુટી ક્વિન જેવી લાગે છે; જો હું તારી સાથે ભણતો હોતે તો ચોક્કસ તને પ્રેમપત્ર લખી ને ભરપૂર વખાણ લખ્યા હોતે. એ આછી ધ્રુજારી માયા ના શરીર ને અડીને ચાલી ગઈ !!

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Tagged as: ,

2 replies »

Leave a Reply