Payal Unadkat

ઓછું પડ્યું

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

વાંચવાને મન, મનન ઓછું પડ્યું,
ઢાંકવાને તન, કફન ઓછું પડ્યું,

ખોલવા પાંખોં ગગન ઓછું પડ્યું,
વેરવા વાતો કવન ઓછું પડ્યું,

ખીલવા માટે સુગંધી ફૂલને,
કેકટસવાળું ચમન ઓછું પડ્યું,

શબ્દ સરગમ શ્વાસ સાથે છોડતાં,
વાહવાહીનું ગવન ઓછું પડ્યું,

એક તણખો આમ તો કાફી હતો,
વીજ ઝબકારે દમન ઓછું પડ્યું,

તારલો આકાશમાં ઝળકી રહ્યો,
શ્વાસ લેવાને અમન ઓછું પડ્યું,

લક્ષ્ય ઉંચું કર્મથી પામી ગયા,
લાગણીઓનું નમન ઓછું પડ્યું.

-પાયલ ઉનડકટ

Advertisements

2 replies »

Leave a Reply