Asim Bakshi

લાઈક

ટૂંકી વાર્તા :” લાઈક”

સોહમ આજે ઑફિસે થી વહેલો નીકળી ગયો હતો એણે સુપર સ્ટોર માં થી વૉલ ક્લોક અને બીજી પરચુરણ વસ્તુઓ લેવાની હતી; ગાડી પાર્ક કરીને સુપર સ્ટોર પોહોંચ્યો અને બીજા માળે આવેલ ઇલેક્ટ્રોનિક વિભાગ માં ગયો અને ઘડિયાળો જોતો હતો ત્યાંજ એની નજર રોમા ઉપર પડી; આશરે ૨૫ વર્ષ પછી પણ એવીજ લાગતી હતી જેવી કોલેજ માં હતી ફક્ત વાળ ની લટ સફેદ થઇ હતી; કોલેજ માં રોમા સાથે સારી દોસ્તી હતી પણ પ્રેમ અને દોસ્તી ની સરહદ બંને ઓળંગી શક્યા ના હતા.

એની નજર પણ સોહમ પર પડી અને તરતજ બોલી ઉઠી “સોહમ દીવાન?”

“હા; ને તું રોમા મેહતા?” બંને એકબીજા સાથે હાથ મેળવ્યા અને ટૂંકો વાર્તા લાપ કર્યો જેમાં જાણવા મળ્યું કે રોમા નો પતિ ચાર વર્ષ પેહલા એક્સિડન્ટ માં ગુજરી ગયો હતો અને એક જુવાન દીકરી નામે ફાલ્ગુની છે; મોબાઈલ નંબર ની આપ લે થઇ અને બંને છુટા પડ્યા.

ત્યાર બાદ વોટ્સએપ્પ થકી બંને ચેટિંગ કરતા રહ્યા; સોહમના પોસ્ટિંગને રોમા અચૂક લાઈક અને કૉમેન્ટ્સ કરતી. ૬ મહિના થી રોમાની ફક્ત લાઇક્સ આવતી અને કૉમેન્ટ્સ બંધ થઇ ગઈ હતી. એક દિવસ સોહમ ને થયું લાવ રોમાના રૂબરૂ ખબર અંતર પૂછી લઉં અને એ એની પત્ની પ્રીતિ ને લઇ ને રોમા ના ઘરે ગયા; પોશ લોકાલિટીમાં એ ફ્લેટ આવ્યો હતો; સોહમે ડોરબેલ વગાડી; થોડી વારમાં દેખાવડી છોકરીએ દરવાજો ખોલ્યો અને બોલી “આવો સોહમ અંકલ.”

સોહમ થોડો ચોંકી ગયો અને ડ્રોઈંગ રૂમ ના સોફા પર ગોઠવાયો. પેલી દેખાવડી છોકરી પાણી લેવા અંદર ગયી; સોહમ ની નજર સામે દીવાલ ઉપર પડી અને સટાક કરતો ઉભો થઇ ગયો; પ્રીતિએ પૂછ્યું “શું થયું?”

સોહમ કહ્યું “આ ભીંત પર લટકતા ફોટા ઉપર સુખડ નો હાર ચઢાવ્યો છે તે તસ્વીર તો રોમા ની છે.”

એટલી વાર માં પેલી છોકરી પાણી ના ગ્લાસ સાથે આવી અને કહ્યું: “જી હા એ મારી મમ્મી રોમા છે અને હું એની દીકરી ફાલ્ગુની છું; આશરે ૬ મહિના પેહલા મમ્મી ને કોઈ અસાધ્ય રોગ લાગુ પડી ગયો હતો અને મરતા પેહલા મને તમારા વિષે કહી ગયી હતી અને તાકીદ કરી હતી કે એના મૃત્યુની જાણ થાય ત્યાં સુધી તમારા મેસેજીસ પર અચૂક લાઈક કરતી રહું.”

સોહમ ડઘાઈ ગયો અને ફક્ત એટલુંજ બોલી શક્યો : “ક્યારે પણ કોઈ કામ હોય મને જરૂર યાદ કરજે; મારી પત્ની નો નંબર તું લખી લે.” ફ્લેટ ની બહાર નીકળતાંજ સોહમે રોમા નો નંબર ડીલીટ કરી દીધો !!!

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply