Dr. Akhtar Khatri

તુજમય થતો ગયો

એક અજાણ્યાથી જેમ જેમ આ પરિચય વધતો ગયો,
તેમ તેમ જીવન સુખેથી જીવવાનો નિશ્ચય કરતો ગયો.

ઓળખાણ ભલે લાગે છે પળભરની એમની સાથે આ,
સાત જન્મના સંગાથનો મનમાં એક નિર્ણય રમતો ગયો.

પ્રેમની કસોટીમાં કોઈ કચાશ ના રહે અને બધા માનશે કે,
ઈશ્વર જાતે બધા પરિણામ જોઈને વિસ્મય કરતો ગયો.

શું ડરાવશે મને નિષ્ફળતાનો ડર અમારા પ્રેમ પ્રસંગના,
તેની આત્માના ઈશારા જોઈને હું નિર્ભય બનતો ગયો.

થનારી મુલાકાત પછી નથી જુદા થવું એક ક્ષણ માટે ય,
કહેવું છે ફક્ત એટલું જ કે ‘અખ્તર’ તુજમય થતો ગયો.

-Dr. Akhtar Khatri

Advertisements

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply