BOOK REVIEW

પુસ્તક પરિચય: શક્યતાઓને હકીકતમાં ફેરવી દો

‘જો’ અને ‘તો’ ને ‘છે’ મા ફેરવતા શીખો.

‘જો મારી પાસે આ વસ્તું હોય તો હું આમ કરી નાખું’ અથવા તો ‘જો મને આવું કરવાની તક મળી હોત તો અત્યારે આમ અને આવું હોત’ બધાના જીવનમાં એવી કેટલીયે શક્યતાઓ હોય છે જે જો અને તો ની વચ્ચે જ અટવાઈ જતી હોય છે. એટલે જો જાતને શક્યતાઓની ખબર હોય તો તેને હકીકતમાં ફેરવવાની શક્યતાની પણ જાતને ખબર હોય જ છે.

ચિતા મૃત્યુ પામેલા માણસને સળગાવે છે જ્યારે ચિંતા જીવતા માણસને સળગાવે છે. ચિંતા બાબતે મોટાભાગના લોકો પાસેથી આ જ વાત જાણવા મળે કે સંજોગો જ એવા હતાં કે એવા થઇ જાય છે કે ચિંતા કરવી નથી હોતી, થઇ જ જાય. ચિંતા થાય, ચિંતા થાય એ સામાન્ય માણસના લક્ષણો માનું એક લક્ષણ છે. પણ સતત, કાયમ ચિંતા કરવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી.

ચિંતા ટાળવાનો સૌથી સારો ઉકેલ એ છે કે ચિંતા કરવા માટેનો પણ સમય ફાળવવો. એટલે એમ કે દિવસમાં ત્રીસેક મિનિટ એવી રાખવી કે જેમાં ચિંતાના કારણો હોય તે બાબતે વિચારી શકાય, ચિંતા અથવા ચિંતન કરી શકાય.

‘ચિંતા સે ચતુરાઇ ઘટે, ઘટે રૂપ, ગુણ, જ્ઞાન ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.’ શક્યતાઓને હકીકતમાં ફેરવી દો પુસ્તકના 18મા ચેપ્ટરમાં ચિંતાની આવી વાત કરવામાં આવી છે. કે ચિંતા માટેની ચિંતા કેવીરીતે કરવી.

પુસ્તકની માહિતી ઘણી એવરેજ છે પણ ડેન્સ્ડ છે. અનુક્રમણીકા જોઇને જ આખા પુસ્તકનો સાર મળી જાય છે.
એટલે અનુક્રમણીકાને ‘સ્વસ્થ સુંદર મજાનું જીવન જીવવાના સોનેરી નિયમો’ આવું શિર્ષક આપવામાં આવ્યું છે.
એમાનાં થોડા નિયમો અહીં તમારા માટે તમે બદલી ન શકો તે વાતની ચિંતા શા માટે?, નવી ટેવ પડતાં ત્રણ અઠવાડિયાં થાય.

ઑફિસેથી ઘરે જતાં પહેલાં તમારા મનને ખંખેરી નાખો, સમસ્યાઓને આશિર્વાદરૂપે જોતાં શિખવું, મન મર્કટ છે તેને સંભાળવું, અને છેલ્લે… પાંચ મહત્વની વાતો… શું…! છે આ પાંચ મહત્વની વાતો પણ પુસ્તકમાં જ છે.

આદિત્ય વાસુનાં આ પુસ્તકની જુની આવૃત્તિમાં પુસ્તકનું શિર્ષક ‘આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા’ હતું , નવી આવૃત્તિ સમયે પુસ્તકને ‘શક્યતાઓને હકીકતમાં ફેરવી દો’ શિર્ષકથી નવભારત સાહિત્ય મંદિરે વાંચકો સુધી પહોચાડ્યું છે.

તમે દરિયા કિનારે ચાલતાં જતા હોય. ત્યારે ચાલતાં ચાલતાં તમને શંખલાં મળે, છીપલાં મળે, સુંદર આકારના પથ્થરો પણ મળે, તો ક્યારેક એવું પણ બને કે મોતી પણ મળે!! પુસ્તકોનું પણ આવું હોય છે. પણ એના માટે ચાલતાં રહેવું પડે, અને હા પુસ્તકો પણ વાંચતા રહેવું પડે.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Advertisements

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Leave a Reply