Poems / कविताए

દર્દીએ ડૉક્ટર માટે લખેલી કવિતા

એક દર્દીએ ડૉક્ટર માટે લખેલી કવિતા, કોઈ ટીકા- ટીપ્પણ વિના :

“સાહેબ તમારી પ્રેક્ટીસ માટે
અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે
કોઈ ને કોઈ રોગ રાખ્યો છે;

સગાં જે આજે ‘સ્વ.’ છે
એ બધા જયારે ‘શ્રી’ હતા,
યાદ કરો સાહેબ કે તેઓ
તમારા જ દર્દી હતા;

ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર
જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ
એ તમારી જ સારવાર લટકે છે;

ઘરની દરેક બીમારીમાં તમારો
સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં
તમારો હાથ હોય જ છે;

સાહેબ તમારા પાસે જે
સારા મા સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ
કુટુંબીજનોની નાડી છે;

તમારા ઘરના ફ્લોર પર
જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન,
અપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.”

*******

Source: WhatsApp

Advertisements

Leave a Reply