Asim Bakshi

ઉજવણી

ટૂંકી વાર્તા : “ઉજવણી”

પ્રકાશ ના હાથમાં એના દીકરા બાબુ નું ૧૦ માં ધોરણનું રિઝલ્ટ કાર્ડ હતું, પ્રકાશની નજર ફરતી ગઈ, એણે બાબુને પાસે બોલાવીને કહ્યું ” બેટા; થોડું ભણવામાં ધ્યાન આપ, આજે કોમ્પિટિશનનો જમાનો છે; તને કોઈ ક્યાંય નહિ ઉભો રાખે.

બાબુની આંખમાં પાણી આવી ગયા અને રડમસ અવાજે કહ્યું “સારું પપ્પા હું વધારે ધ્યાન આપીશ. એટલી વારમાં બાબુના દાદાજી ત્યાં આવ્યા અને પ્રકાશને કહ્યું “બેટા, ૮૮% માર્ક્સ કઈ ઓછા કહેવાય? ફક્ત ૧૨% ભણતર નથી આવડ્યું મારા પૌત્રને” એમ કહીને બે માર્કશીટ પ્રકાશ ના હાથમાં મૂકી દીધી.

પ્રકાશે ધ્યાનથી એ માર્કશીટ જોઈ તો શરમ થી માથું ઝૂકી ગયું, એની ssc ની માર્કશીટ હતી; ચોખ્ખા ૪૨% માર્ક્સ હતા, અને બીજી માર્કશીટ દાદાની હતી જેમાં ૭૦ % માર્કસ હતા. દાદાએ બાબુને કહ્યું “બેટા પાર્ટીની તૈય્યારી કર તારા પપ્પા આપણા બંનેના માનમાં પાર્ટી આપશે. દાદાએ બાબુને પાસે બોલાવીને કહ્યું “જ્યારે તમારી જિંદગીમાં ૮૮% નો આનંદ હોય તો ૧૨% દુઃખને શું કામ ધ્યાને લેવું જોઈએ!! દાદા અને બાબુ ખડખડાટ હસી પડ્યા. પ્રકાશ બંને નું મોઢું જોતો રહી ગયો !!!

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply