Payal Unadkat

કોને કહું

(ગાગાલગા×3)

આફત નવી રોજે પડે! કોને કહું?
ના દોષ મારો સાંપડે! કોને કહું?

“આપી જવાબો જીવજે!” મન તો કહે,
પણ આ હ્રદય તો બાખડે! કોને કહું?

છે ટોપલી આ કર્મની દોષે ભરી,
આ જીવ એમાં જઇ સડે! કોને કહું?

જે હોઠથી તો મધભરી વાણી કહે,
સંવેદનાઓ ના જડે! કોને કહું?

જેવી કલમ લઉં હાથમાં લખવા ગઝલ,
ફરજો બધી આવી અડે! કોને કહું?

-પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Leave a Reply