Asim Bakshi

ભૂખ

ટૂંકી વાર્તા : “ભૂખ”

કિલ્લાનું મેદાન ખચોખચ ભરેલું હતું; અને વચ્ચોવચ એક જાદુગર પોતાના જાદુના ખેલ કરતો હતો. જાદુગરે પેહલા તો એક કપડાંમાં થી કબૂતર બહાર કાઢ્યું અને પછી એને કપડું ઓઢાડી ને કપડું ખસેડ્યું તો કબૂતર ગૂમ થઇ ગયું. ત્યારબાદ એક દર્શકના ચશમાં ગૂમ કરી દીધા. લોકો તાળી પાડી ઉઠ્યાં. એક પછી એક અદભૂત જાદુ બતાવીને જાદુગરે કમાલ બતાવી.

દર્શકોએ ખુબ રૂપિયા આપ્યા. ત્યાંજ ભીડમાંથી એક નાનો નાગો પુગો ભિખારી છોકરો દોડતો દોડતો જાદુગર પાસે આવ્યો અને એક રૂપિયા નો સિક્કો આપીને કાલી ઘેલી ભાષા માં કહ્યું “જાદુગર કાકા, આ રૂપિયો લઇ લો અને મારી અને મારી માં ની ભૂખ ગૂમ કરી દો ને.”

તમામ દર્શકો ની આંખમાં પાણી આવી ગયા અને જાદુગરે આકાશ તરફ બે હાથ ઉઠાવીને રડતી આંખે કોઈ દુઆ માંગી લીધી !!!!

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply