Payal Unadkat

સોપો પડ્યો છે

(લગાગાગા×4)

વિદેશી ઘાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,
નવો આઘાત લાવી છે નગરમાં સોપો પડ્યો છે,

તું કોરોના બધાના જીવ લેનારી પુતના માસી,
અસુરી જાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,

વિચારે વિશ્વ આખું નાથશું કેવા હથિયારે,
મગજમાં વાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,

સુનામી પૂર ને ભૂકંપ સામે બાથ ભીડી છે,
ફરી હાલાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,

વિલાયતથી ચડી આવેલ ગોરાઓ ભગાડ્યા ત્યાં,
દરદની નાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,

હજુ નવલા પ્રભાતે ઊગતો સૂરજ વધાવ્યો ત્યાં,
ગોઝારી રાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,

બની બેઠો ખુદા જે માનવી એને તમાચો છે,
પ્રભુની લાત આવી છે નગરમાં સોપો પડ્યો છે.

પાયલ ઉનડકટ

 

Advertisements

Categories: Payal Unadkat

Leave a Reply