Dilip Ghaswala

વિશ્વ રંગ ભૂમિ દિન મુબારક

વિશ્વ રંગ ભૂમિ દિન મુબારક…

અભિનય ના શીખી પાઠો ,ચાલો નાટક કરીએ.
મળેલા પાત્રને ભજવો, ચાલો નાટક કરીએ ;

ગેબી સુનકાર મધ્યે થી પ્રવેશ કર્યો છે આપે;
ભરમ ને ભેદ ઉકેલો ,ચાલો નાટક કરીએ;

ભૂલી ને ક્યાં જશો,જે સંવાદો આપે લખેલા,
કરીએ ના કોઈ ગોટાળો, ચાલો નાટક કરીએ;

થશે આ પ્રેક્ષકો દંગ જોઈ તમારો અભિનય,
લગાવો ચહેરા પર ચહેરો,ચાલો નાટક કરીએ;

ધરી ને રૂપ ઈશ્વર નું ખેલીશું ખેલ “દિલીપ”,
ઢળી પડશું કહી :”આવજો”, ચાલો નાટક કરીએ.

-દિલીપ વી ઘાસવાલા
(રંગમંચ જીવ)

Advertisements

Categories: Dilip Ghaswala

Leave a Reply