Payal Unadkat

બનાવી દો

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

ભગાવો દૂર ભય મારું જીવન સુંદર બનાવી દો,
બનાવો સ્નેહમય પ્યારું જીવન સુંદર બનાવી દો,

જલાવો દીપ આશાનો મને મારગ બતાવે જે,
નથી ગમતું આ અંધારું જીવન સુંદર બનાવી દો,

મને માનવ મહેરામણ તણા મેળાવડાં વ્હાલા,
કરું કિલ્લોલ સહિયારું જીવન સુંદર બનાવી દો,

કરું હું યાચના નિજ સ્વાર્થ કાજે ના નિયમ તોડું,
અવરને પણ સમજનારું જીવન સુંદર બનાવી દો,

અગન ઓગાળતો જેને કરમબળથી ઉપાધિનો,
સહારો દઇ શણગારું જીવન સુંદર બનાવી દો.

-પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Leave a Reply