Dilip Ghaswala

ઝાંઝર

ઝાંઝર…

ઝાંઝરનો માદક રણકાર એટલે આહા…
મેં તમને ખુબ ચાહ્યા..એટલે આહા..

હાથની બંગડીનો મધુર ખણકાર એટલે આહા..
અંધકારમાં સાથે બેસી ઓગળવું એટલે આહા..

ચાર હોઠો વચ્ચે થઈ એક ભીની મોસમ સ્વાહા..
નૂપુરના મધુર સુરીલા અવાજે મળવું એટલે આહા..

મળીને પછી ગળે મળવું એટલે આહા..
પાયલના રવ ના સથવારે ગાયા કરવા ગીતો મન ચાહા..

-દિલીપ વી ઘાસવાળા

Advertisements

Categories: Dilip Ghaswala

Leave a Reply