Uncategorized

સ્ત્રી એટલે…

સ્ત્રી એટલે…

સ્ત્રી એટલે…દરેક પુરુષ ના ઉછેરમાં સ્ત્રી નો હાથ મોટો હોય છે. સરેરાશ ત્રણ સ્ત્રી નું સ્થાન અચૂક હોય છે. એક એનામાં સંસ્કારનું સિંચન કરે છે, બીજી એના જીવન નું ઘડતર, ત્રીજી એના જીવન ને હર્યું ભર્યું કરી દે છે.

પહેલી સ્ત્રી “મા”

જન્મ પહેલાંથી જોડાયેલી…” મા ” ખાલી મહેસુસ કર્યો અને જીવન ભરનો અતૂટ સબંધ બંધાઈ ગયો તે. તેના આગમન પહેલા તેને તંદુરસ્તી થી લઇ તેના ઘડતર સુધીનું વિચારી પોતાની આખી જીવન શૈલી બદલી નાખે તે. જન્મથી કોરી હાર્ડ ડીશ જેવા મનમાં “મા” હૂંફ અને સ્નેહથી સંસ્કાર સિંચન કરે છે. એના જન્મજાત ગુણ જોઈ એના મનોસ્થિત ભાવો વાંચી એનું ઘડતર કરે છે.

બીજી સ્ત્રી પત્ની.

હસ્ત મેળાપ પછી પોતાની સઘળી દુનિયા છોડી એક વિશ્વાસે તેને સંગ ચાલી નીકળે છે. તે સ્ત્રી તેના ઘડતરમાં ખભે ખભા મિલાવી તેને તન મન ધન થી સહાય કરે છે અને એક સફળ કામયાબ પુરુષ બનાવે છે. તેનો ઘર વહેવાર સંતાનો નું સંસ્કાર સિંચન કરે ની તેના ગૃહસ્થ જીવનમાં સેટ થાય ત્યાં સુધી ની જવાબદારી નિભાવે છે. અને પોતાના સાસુ સસરા તેમજ દેર નણંદની સરસંભાળ રાખે છે.  ત્યારે સમજો પુરુષ વટ વૃક્ષ બની બહાર આવે છે તેની છત્ર છાયામાં બધાજ સુખ રૂપ જીવન વિતાવે છે..

ત્રીજી સ્ત્રી દીકરી.

એક મા તરીકેની બધીજ ફરજ બેખૂબી રીતે પિતા માટે નિભાવે છે જે પિતાની વધુ નજીક હોય છે પિતાના ચેહરાની લકીર થી પિતાના મનમાં ચાલતા વિચારો ને બેખૂબી થી વાંચી લે છે. જે પિતાની જીવન પર્યત સંભાળ અને હૂંફ આપે છે.

દરેક સ્ત્રી મિત્રોને ખૂબ ખૂબ આદર સાથે…નમસ્કાર..

-Unknown

Advertisements

Categories: Uncategorized

1 reply »

Leave a Reply