Very Nice

કોણ?

હું રિસાયો…
તમે પણ રિસાયા…
તો પછી આપણને મનાવશે કોણ?

આજે તિરાડ છે..
કાલે ખાઈ બની જશે
તો પછી તેને ભરશે કોણ ?

હું મૌન…
તમે પણ મૌન…
તો પછી આ મૌન ને તોડશે કોણ ?

નાની નાની વાતોને દિલથી લગાવીશું..
તો પછી સંબધ નિભાવશે કોણ ?

છુટા પડીને દુઃખી હું
અને દુઃખી તમે પણ,
તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?

ના હું રાજી..
ના તમે રાજી..
તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?

યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે..
આપણને ધૈર્ય આપશે કોણ ?

એક અહં મારો…
એક તારી અંદર પણ..
તો પછી આ અહં ને હરાવશે કોણ ?

જિંદગી કોને મળી છે હંમેશ માટે..
તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?

આપણા બન્નેનાં મરી ગયા પછી…
આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?

એટલે જ

એકબીજાનું માન રાખો…

ભૂલોને ભૂલી જાવ..

ઈગો ને એવોઇડ કરો.

જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.

નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.

Categories: Very Nice

Leave a Reply