Dr. Akhtar Khatri

રહે છે

તું જ છે જે કાયમ જ મારી અંદર રહે છે,
મૌન ધરી મુજથી વાતો નિરંતર કરે છે.

શોધે છે બધા મંદિર ને મસ્જીદમાં તને,
અલ્લાહ કહે છે કદીક કોઈ ઈશ્વર કહે છે.

શુદ્ધતા જેવી તુજમાં, તું ચાહે માનવમાં,
સ્વાર્થ હોય મનમાં, પછી અંતર વધે છે.

આંખ બંધ ને તું હાજર, અજવાળું લઈને,
તને પામવાને બીજો ક્યાં મંતર મળે છે.

શ્રદ્ધા અતુટ મારી, તુજ પર સદા ‘#અખ્તર’
તારો હાથ આ મારા માથે સદંતર જડે છે

-ડો. અખ્તર ખત્રી

Advertisements

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply