Payal Unadkat

વરદાન દે ઇશ

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગા)

ભૂલી શકું સઘળું જે અણગમતું થયું વરદાન દે ઇશ!
ગુંજે ધરી માણી શકું ગમતું બધું વરદાન દે ઈશ!

આપી ગઈ અઢળક દરદ ભૂલાવજે એ વાતને તું,
હૈયે શબદ સોહામણાં એવા ધરું વરદાન દે ઇશ!

છે ભૂલથી ભરપૂર આ માનવતણી સૌ જાત તો પણ,
ખામીસહિત સ્વિકાર એ સૌનો કરું વરદાન દે ઇશ!

સંગાથ જેનો ના લકીરે ખાલીપો એનો સહી લઉં,
છે સાથમાં મારી સદા માનું મધુરુ વરદાન દે ઇશ!

માનવબની અવતાર ધર્યો જગમહિં છે આરઝુ એ,
સારપતણી સુગંધ ફેલાવી ખરું વરદાન દે ઇશ!

-પાયલ ઉનડકટ

Advertisements

Categories: Payal Unadkat

Leave a Reply